STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance

3  

Dr.Riddhi Mehta

Romance

પ્યારો અવકાશ

પ્યારો અવકાશ

1 min
443


સાથે રહેવાની એક આદત પડી ગઈ,

બસ અપેક્ષાઓની મોઝાર મળી ગઈ,

      મળી ગયો પ્રેમને પ્યારો અવકાશ !!


આજે જ્યારે સમયની સરવાણી થઈ,

તારી લાગણીઓની એ કદર સમજાઈ,

     મળી ગયો પ્રેમને પ્યારો અવકાશ !!


તારી હુંફાળા શ્વાસની ગતિ ઓળખાઈ,

લગોલગ અડીને એ મમત ગણાઈ ગઈ,

     મળી ગયો પ્રેમને પ્યારો અવકાશ !!


ભર ચોમાસે આંખો કોરીધાકોર દેખાઈ,

પ્રેમતરસી એ ચાતકની કળા જ વર્તાઈ,

    મળી ગયો પ્રેમને પ્યારો અવકાશ !!


આકાંક્ષાને આંબવા જાત જાત હોમાઈ,

સંતોષ હોય દિલથી તો આરજુ છલકાઈ,

    મળી ગયો પ્રેમને પ્યારો અવકાશ !!


Rate this content
Log in

Similar gujarati poem from Romance