પ્રેમની ગરિમા ચારેકોર
પ્રેમની ગરિમા ચારેકોર


અવનવાં દિવસોની આજે ફેશન છવાઈ,
રોજ ડેથી શરૂં થઈ વેલેન્ટાઈન ને મનાવી,
બસ પ્રેમની ગરિમા ચારેકોર છવાઈ.
સવાલોની વણઝાર આજે છવાઈ ગઈ,
જો મળે ગુલાબને થાય લોંન્ગ સવારી,
બસ પ્રેમની ગરિમા ચારેકોર છવાઈ.
સાચાં પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ,
આંતરિક ઉષ્મા કુત્રિમતામાં વર્તાઈ,
બસ પ્રેમની ગરિમા ચારેકોર છવાઈ.
દેખાદેખીમાં સાચા પ્રેમની મણા વર્તાઈ,
પડાપડીની જિંદગીમાં હુંફ એક સવાઈ,
બસ પ્રેમની ગરિમા ચારેકોર છવાઈ.
વ્હાલનું વ્હાલસોયુ વળગણ એ જોઈ,
સોનેરી આભાએ મુખ પર જ ઉભરાઈ,
બસ પ્રેમની ગરિમા ચારેકોર છવાઈ.