રંગોની મહેફિલ
રંગોની મહેફિલ


રંગોની મહેફિલ આજે સર્જાઈ,
કરી દો બધી મનની આજ સફાઈ,
દહન થાય જો હોલીએ પ્રેમથી,
થાય મનનાં સઘળા મેલની ધુલાઈ !!
તારી ચાહત આજે મને વંચાઈ,
હોળીએ કોરોનાની આફત સર્જાઈ,
આ ધર્મ એમ જ નથી વર્ષોથી,
બસ હવે તો કરવી દિલથી સફાઈ !!
જિંદગીની સૂરત ક્યારે બદલાઈ,
આ તો સમય સાથે અછત વર્તાઈ,
રંગમાં રંગાઈ જવું છે હવે પ્રેમથી,
બસ પ્રગટે દિલથી દિલની સગાઈ !