ચાહનાની ચાહત
ચાહનાની ચાહત


એક હતી દિલની આશા પ્યારી,
નયનોની પરિભાષા હોય ન્યારી,
જીહ્વા બને છે જ્યારે બેજુબાન,
આંખો કહે સઘળું આપોઆપ,
રોમેરોમમાં લાગણીઓ છવાય !
કુણી કુંપળની તાજી ખુશ્બુની,
ઉભરાઈ મસ્ત જુવાની ઉંબરે,
ચાહનાની ચાહત જડાઈ દિલે,
જીવાઈ જશે હવે આપોઆપ,
રોમેરોમમાં લાગણીઓ છવાય !
અથડાઈ ભીની સુગંધની મીઠી,
શ્વાસોનાં કહેણને પ્યારી સુવાસે,
મારાં વિચારોને વાચા મળે હવે,
લહેરાઈ જશે પ્યાર આપોઆપ,
રોમેરોમમાં લાગણીઓ છવાય !