STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance Inspirational

3  

Dr.Riddhi Mehta

Romance Inspirational

પ્યારી પ્રિત

પ્યારી પ્રિત

1 min
520


દુનિયાની એક રસમ અનોખી,

પ્રેમની અભિવ્યક્તિ છે નોખી,

કોઈ આપે ફુલ મસ્ત ગુલાબી,

તો કોઈની આંખોની જ મસ્તી,

પ્યારની રંગત જમાવી દિલેરી !


મઢી સપનાંની સેજ આ નવેલી,

વાહ જિંદગી ચાલ ઘણી નોખી,

તારાં હાથમાં મારો કોમળ હાથ,

પ્યારીએ પ્રિતની વાતોજ ન્યારી,

પ્યારની રંગત જમાવી દિલેરી !


નુર સવાયું મુજમાં એ અજીબી,

કંડારેલી કેડી ઉપર એ અલગારી,

મુજની વણકહી એવી છે વાચા,

સંગે રહીં કરશું મહોબ્બત ઝાઝી,

પ્યારની રંગત જમાવી દિલેરી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance