Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.9  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

એ સ્પર્શ

એ સ્પર્શ

1 min
1.0K


અનાયાસ ઊતર્યો જ્યાં,

એ મદભરી આંખોના આંગણે અમસ્તો,


શમ્યો કૈક કેકારવ હૃદે,

ને પામ્યો નિકટ એ ચંદ્ર મધ્યાહને શિતળતો,


એ અંગુલીનો ઝણઝણાટ,

જાણે પ્યાલા મહીં જળને સાથ આપતો,


નીંદર થાશે નકકી વેરણ, 

કે પામ્યો છું એ સ્પર્શ સ્પંદન જગાવતો,


આંખો તો કતરાઈ રહી પણ,

પમર્યો હતો પ્રેમદરિયો હૃદયને ઝંકારતો,


જાગ્યા એ સ્વપ્ન પૂર્વવત, 

કે મહેક્યો એ લગાવ અંતર ભીંજવતો,


આછી અસર એ ફરિયાદની,

કે પછી દર્દ મુજ યાદનું ચહેરો એ દર્શાવતો ?


છો રહ્યા એ બંને વદન પર,

આખરે તો ભાવ એ પ્રેમનો જ જણાવતો !


વહી જતી અંતરે સરિતા ને,

દ્રવિત નયનો થકી જાણે વિરહાગ્નિ પ્રસરતો,


ભાલે ઉમટયો પ્રસ્વેદ એ,

નિજ હૃદયની વિવશતા થકી સ્નેહ મલકાવતો,


હવે, પાછા થયા દૂર વળી,

જેમ અનિલ પર્ણ પરથી ઝાકળને સરકાવતો,


હૃદય ત્યાં મૂકી થયો નિષ્ઠુર,

ક્યાંક, કદાચ કોઈ પળે મળશું એમ મનાવતો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance