Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

બોલ શું કરું

બોલ શું કરું

1 min
415


નજદીકીમાં આ આંખો એક્સ રે મશીન બની જાય છે,

જો તું દૂર જાય તો એ બને છે દૂરબીન ! બોલ શું કરું ?


આવે છે ઉભરો એવો કદી કે બસ કૂદી પડું એ આંખોમાં,

વળી, એમાં ઉતરવા પગથિયું પણ ખોળું ! બોલ શું કરું ?


મટકું ય નથી મારતો હું ઘણીવાર જોયા કર્યામાં તને જ,

જોઈ જાય તું પછી પલકારા થાય ઘણા ! બોલ શું કરું ?


સુગંધનો એ સાગર શ્વસુ પળપળ જ્યારે પાસ રહે તું,

અટકી પડે આ શ્વાસ જો સન્મુખ થાયે તું ! બોલ શું કરું ?


જોયા જ કરું એ અધરને લલચાવતા હરદમ વાત કરતાં,

પણ, બીડાઈ જાય મુજ ઔષ્ઠ તારા સવાલે ! બોલ શું કરું ?


ધબકાર તો મને ય સંભળાય તારા હૃદયના જો મળે તું,

ચૂકી જાઉં હું ધબકવું પળવાર તારી સમીપે ! બોલ શું કરું ?


રાહ જોઉં છું, તું કરશે કાંઈક સારવાર આ બિમારીની કદી,

જમાનાએ તો હાથ ખંખેર્યાં છે આ બીમારથી ! બોલ શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance