STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

એપ્રિલ-ફૂલ

એપ્રિલ-ફૂલ

1 min
337


હવે કોઈ ઈચ્છાઓ બાકી નથી, મેળવ્યું છે સઘળું મેં,

કહી એવું ખુદને જ ચાલો એપ્રિલ ફૂલ બનાવી લઈએ !


આશાઓ થઈ ગઈ પૂરી ને હવે કોઈ અભરખા ક્યાં છે ?

માની એવું ખુદ મનથી એને એપ્રિલ ફૂલ બનાવી લઈએ !


પામી લીધી છે બધી સ્વપ્નવત સ્થિતિઓને સરળથી,

નથી હવે કોઈ શમણાં, દિવસ એપ્રિલ ફૂલ બનાવી લઈએ !


દોડ્યા કર્યું જે દિશાએ અવિરત એ ઈમારત સુધી પહોંચવા,

માન્યું હવે છું ગંતવ્યમાં, આતમ એપ્રિલ ફૂલ બનાવી લઈએ !


ધાર્યું હતું કે સ્પર્શી લઉં એ સ્નેહની ટોકરી રૂપમઢી ક્યારેક,

બંધ આંખે ચૂમી લલાટે, પળ એપ્રિલ ફૂલ બનાવી લઈએ !


હવે કોઈ ઈચ્છાઓ બાકી નથી, મેળવ્યું છે સઘળું મેં,

કહી એવું ખુદને જ ચાલો એપ્રિલ ફૂલ બનાવી લઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational