Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Inspirational

નઈ ફાવે

નઈ ફાવે

1 min
396


કોક દી જ હાય હેલો થાય છે,

જિંદગાની આમ જ વહી જાય છે.

જીવવી હતી મારે તો દરેક પળ,

આ સાવ થોડું થોડું ને,

ક્યાંક ક્યાંક મળવાનું મને નઈ ફાવે.


ખાલી આંખો જ ટકરાય છે,

ને સામે મળે તો કતરાય છે.

અડવું હતું મારે તો એના ગાલે,

આમ છેટે રહીને જ છટપટાવું અમથું,

સનમ ક્યાંથી ફા વે!


હપ્તે હપ્તે હળવા થવાય છે,

નોકરીમાં તો ભારે જ રહેવાય છે.

ભમવું હતું મારે તો આખી દુનિયા,

આ ગોઠવી ગોઠવીને જ જીવવાનું

ભલા હવે નઈ ફાવે.


ભગવાનની માયા જ માનું છું,

કે સાવ ગૂંચવાયેલા જ રહેવાય છે.

બાકી, બંદા ક્યાં કોઈમાં બંધાયા છે !

કાયાને વળગેલી આ માયાથી

વખોડવી હવે નઈ ફાવે.


કોક દી જ હાય હેલો થાય છે,

જિંદગાની આમ જ વહી જાય છે.

જીવવી હતી મારે તો દરેક પળ,

આ સાવ થોડું થોડું ને

ક્યાંક ક્યાંક મળવાનું મને નઈ ફાવે.


Rate this content
Log in