પ્રેમ
પ્રેમ
સંવેદના આ હૃદયને અથડાય છે,
ને મારુ સ્મિત કેવું હરખાય છે.
આ હાથમાં તારો હાથ લંબાય છે,
છૂટે નહિ આ હાથ દિલ ગભરાય છે.
નજર પર નજર નાખ તો નજર પરખાય છે,
બસ એ જ સંબંધ લાગણીના કહેવાય છે.
હૃદય મારુ કયાંક કેવું અટવાય છે,
ને જાણે પછી કેવું પસ્તાય છે.
એકલતામાં આ યાદ કેવી પથરાય છે,
ને એમાં આ લાગણીઓ અકળાય છે.
તારા અશ્રુ ઝીલું હૃદયે આમ જ પ્રેમ પરખાય છે,
કેવી સફર,આ મારા તરફની કહેવાય છે.

