STORYMIRROR

Hemisha Shah

Classics

4  

Hemisha Shah

Classics

વિશિષ્ટ શક્તિ

વિશિષ્ટ શક્તિ

1 min
298

હે કાહના તારી વિશિષ્ટ શક્તિ, 

મન મોહે જો કરું હું ભક્તિ.


નાની ઉંમરે શક્તિશાળી હતો, 

નાજુક નમણો જાણે કદંબ ડાળી હતો.


બાળપણમાં પૂતના વધ કર્યો,

અભિમાન તોડવા કાલીનાગની ફેણ ચડ્યો.


ભર તોફાને જમુનામાં રસ્તો બનાવ્યો, 

પોતે વિશિષ્ટ છે એનો પરચો બતાવ્યો.


રાધાને સંગ પ્રેમ રચાયો, 

શક્તિ કેવી બકાસુર સંગ કંસ પણ હણાયો.


ગોપ ગોપી નચાવ્યા મીઠી વાંસળીયે, 

ગોવર્ધન ઉઠાવ્યો ટચલી આંગળીયે.

 

ભગવાને ખુદ માનવ દેહ રચાયો, 

વિશિષ્ઠ શક્તિથી ખુબ પરચો બતાવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics