પૌરાણિક કથા
પૌરાણિક કથા


કેવી કહેવાતી પૌરાણિક કથા,
ખુદમાં જાણે એક વ્યથા.
કૌરવ પાંડવનું સ્મરણ થયું,
ને મહાભારતનું યુદ્ધ મનન થયું.
હતો સીતાને બચાવવાનો હેતુ,
ત્યારે શ્રીરામે રાચ્યો'તો સેતુ.
રાધા કૃષ્ણનો પ્રેમ અપાર,
સુવર્ણ નગરી પછી દ્વારિકાને દ્વાર.
હનુમાનજીની ના ધીરજ ખૂટી,
સંકટ સમયે શોધી સંજીવની બુટી.
રાણા પ્રતાપે જંગ કેવો જીત્યો,
ચેતકે એક ફલાંગે ગઢ કૂદ્યો.
કેવી હતી ઝાંસીની રાણી,
"ખુબ લડી મર્દાની" બસ આજે યાદ એ કહાણી.
કેવી કહેવાતી પૌરાણિક કથા,
ખુદમાં જાણે એક વ્યથા.