આઝાદી
આઝાદી


75 વર્ષની આઝાદી
દેશનું સન્માન આઝાદી,
શહીદોની કેવી ગૌરવગાથા
હસતા મોઢે ફાંસીએ ચઢી જાતા,
અંગ્રેજો સામે આંદોલન કરતા
બંદૂકની ગોળી સામી છાતીએ ધરતા,
લોહીલુહાણ થઈ દેશવીરોએ આપ્યું બલિદાન
ઊઠ્યો ઊંચો તિરંગો ને મેળવ્યું સન્માન,
આઝાદી આઝાદી કરતી ભારતમાતા પોકારે
૨૮ રાજ્યો થઈ એક, ભારત હૃદય સથવારે,
ખુલ્લા આકાશે આજ શ્વાસ ભરીશું
કમળની સુવાસે શહીદોને સ્મરીશું.