STORYMIRROR

Hemisha Shah

Romance

4  

Hemisha Shah

Romance

નથી હોતા

નથી હોતા

1 min
295

દર્દના કોઈ દરવાજા નથી હોતા, 

લાગણીના કોઈ મિનારા નથી હોતા,


નજર મળે ને નજર છલકે, 

આથી વિશેષ કોઈ ઈશારા નથી હોતા,


આ તો સચવાઈ ચાંદની ઝાકળ થકી, 

પર્ણ સિવાય એના કોઈ સહારા નથી હોતા,


કેટલીયે યાદો છોડી ભીના પગલે,

ભીના પગલાં સચવાય એવા,

કોઈ દરિયે કિનારા નથી હોતા.


અકબંધ ચાહ હૃદયે,હોય તો રજુ કરજે 

આકાશથી દરરોજ તૂટતાં,

ચાહતના સિતારા નથી હોતા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance