STORYMIRROR

Hemisha Shah

Drama

3  

Hemisha Shah

Drama

પરગ્રહવાસી હું

પરગ્રહવાસી હું

1 min
166

પરગ્રહવાસી હું 

થઈશ હવે પૃથ્વીનો નિવાસી હું

કેટલીયે વિશિષ્ટતા મારા ગ્રહમાં નથી મળતી,


નાના બાળ હસતાં જોયાં 

ખેલકૂદ ને રમતા જોયાં 

એમની નિર્દોષતા મારા ગ્રહમાં નથી મળતી,


ધરતી કેવી રૂપ રૂપાળી 

ક્યાંક ક્ષિતિજે સાંજ, તો ક્યાંક દેખી હરિયાળી 

આ સુંદરતા મારા ગ્રહમાં નથી મળતી,


ભાઈ બહેનનો પ્રેમ જોયો 

પરિવારમાં સ્નેહ જોયો 

આ ભાઈચારો મારા ગ્રહમાં નથી મળતો,


મિત્રોની મિત્રતા કેવી જડી 

જાણે કૃષ્ણ સુદામાની જોડી મળી 

આ વિશ્વાસભાવ મારા ગ્રહમાં નથી મળતો,


દેશ ભાવનાથી દિલ દરેકનું જાગતું 

થિયેટરમાં પણ રાષ્ટ્રગીત વાગતું 

આ રાષ્ટ્રભાવ મારા ગ્રહમાં નથી મળતો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama