STORYMIRROR

Hemisha Shah

Inspirational

4  

Hemisha Shah

Inspirational

સફળતા

સફળતા

1 min
234

આશાઓ બુલંદ કરીશું, 

મુકામે પહોંચવા, 

સફળતાની સીડી ચઢીશું.


એક સપનું જોયું ખુલી આંખે 

ખંખેરી આળસ,

હવે સ્વપ્નને જીવંત કરીશું.


ઠોકરો લાગશે ને કેટલું વાગશે ! 

મળશે નવા પથ્થર,

દરેક સફરે પથ્થરોની દોસ્તી કરીશું. 


નવો ઉમંગ જીવવા નવું જીવન, 

પંખી સમ,

ખુલ્લા આકાશે નવી ઉડાન ભરીશું.


ના શોધજે કિનારે હવે, 

નીકળ્યા તોફાનો સર કરવા,

અમે મઝધારે મળીશું.


લોખંડ સમા ટીપાઇશું એરણે, 

ને નવી રાહે સુવર્ણ થઇ મળીશું, 

આમજ સફળતાની સીડી ચઢીશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational