STORYMIRROR

Hemisha Shah

Others

3  

Hemisha Shah

Others

વિજ્ઞાન

વિજ્ઞાન

1 min
192

કેવું અદભુત વિજ્ઞાન, 

આપે જે ભરપૂર જ્ઞાન, 


ક્યાંક ભૌતિક વિજ્ઞાન, 

માનવ શરીર સમું જીવ વિજ્ઞાન, 


ક્યાંક નરી આંખે દેખાતી શોધ, 

ક્યાંક મીક્રોસકોપે પરમાણુની શોધ,


ક્યાં ખબર હતી વીજળી આવશે, 

ક્યાં ખબર હતી નવી શોધ જણાશે,


વિમાન કેવું આકાશે જડતું, 

પંખી નોહ્તું તોય હવાએ તરતું,


એસી કેવી ઠંડી દેતું, 

હીટર કેવી ગરમી દેતું,


યાદ કરતા મોબાઈલ લીધો, 

વિડિઓ કૉલે ચહેરો દીઠો,


સબમરીન દરિયે ઊંડે જડતી,

રહસ્યોના પડદા ખોલતી,


હવે ઘરકામમાં ક્યાં નોકર જડે છે, 

રોબોટ બધું જ કામ કરે છે,


શરીર કે વનસ્પતિ વિજ્ઞાન, 

શોધે જે એ વૈજ્ઞાનિક મહાન,


શત શત નમન આ વૈજ્ઞાનિકને, 

સલામ ભરીયે દરેક જ્ઞાનીને 


Rate this content
Log in