STORYMIRROR

Hanif Sahil

Romance

2.5  

Hanif Sahil

Romance

પીળો વિરહ

પીળો વિરહ

1 min
27.1K


એક બારી જેમ કમરામાં ખૂલે

કોઈમાં હું કોઈ મારામાં ખૂલે

મારી ઊંચાઈ અતળ તળને અડે,

મારી ગહરાઇ મિનારામાં ખૂલે

પગ ગતિની ગૂંચમાં બેસી પડે,

તે પછી રસ્તો જનારામાં ખૂલે

કાચમાં તરડાયેલી અદ્રશ્યતા

ફ્રેમના ખાલી નજારામાં ખૂલે

પર્ણ થઇ પીળો વિરહ ખરશે અને,

પત્ર માફક કોઈ તારામાં ખૂલે

મદ્ય ઢોળી દઈને સાકીએ કહ્યું,

કે તરસ કોઈ પીનારામાં ખૂલે

શબ્દ સરવાણી ભીતર ફૂટે અને,

 બોલકું આ મન ફુવારામાં ખૂલે

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance