STORYMIRROR

Hanif Sahil

Inspirational Classics Tragedy

4  

Hanif Sahil

Inspirational Classics Tragedy

અવધાન

અવધાન

1 min
13.9K


સંકેતમાં જ હોય એનું ધ્યાન રાખજે,

એ રીત વાતમાં અનુસંધાન રાખજે.

આંખોના તીર, ભૂની આ કમાન રાખજે,

ધાર્યું પડે અચૂક એ નિશાન રાખજે.

ચહેરાને જોઈ આંખો થઇ જાય નાં ચકિત!

મહેફિલમાં જવનિકા તું દરમિયાન રાખજે.

લે જે મને એવા પ્રગાઢ આશ્લેષમાં,

કે શ્વાસની હવા ન દરમિયાન રાખજે.

આ રૂપ, પ્રેમ, ફુલ, ઋતુ એમના છે નામ-

તારી ગઝલમાં એમનું બયાન રાખજે.

પાથરણું લીલી ધરતીનું કરજે હવે ફકીર!

ને ઓઢવાને ભૂરું આસમાન રાખજે

હા, એક જ શિવ સત્ય છે ને સુંદરમ હનીફ,

જીવનમાં માત્ર એનું તું અવધાન રાખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational