હોય છે
હોય છે
કાચો હોય કે પાકો પહોંચાડે મંજિલ પર,
તટસ્થ ઊભેલો રસ્તો હોય છે.
કાંટાળી હોય કે સુવાળી,
વેલને ઓથ તો લેવાની જ હોય છે.
પડદા પર મૂર્ખનું પાત્ર,
હોશિયાર ભજવતા હોય છે.
કોઈ જ ઘર નથી દીવાને પોતાનું,
જ્યાં મૂકીએ ત્યાં ઉજાસ પથરાતો હોય છે.
મૌન હંમેશા બોલતું હોય છે,
આંખોથી શબ્દોને તોલતું હોય છે.
તૂટેલા કાચની શોકસભામાં,
પથ્થરો પહેલી હરોળમાં હોય છે.
