STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

ક્યારેય જોયાં છે ?

ક્યારેય જોયાં છે ?

1 min
220

આકાશને આંબવું હોય તો જમીનમાં ઉતરવું પડે,

કુંડામાં વટવૃક્ષ ને વધતા ક્યારેય જોયાં છે ?


આગ લગાડવાવાળા ખૂબ જ સસ્તામાં મળે,

દિવાસળીની કિંમતમાં વધારો ક્યારેય જોયો છે ?


રંગીન દુનિયાના જુદા જુદા રંગોમાં રંગાવું પડે,

રંગો વગરની રંગોળી ક્યારેય જોઈ છે ?


અનાજના કણ ને આનંદની ક્ષણને બરબાદ ન કરાય,

ભૂખ્યા બાળકને હસતા ક્યારેય જોયાં છે ?


એકમુખી રુદ્રાક્ષ હોય કે માનવજાત,

આસાનીથી મળતા ક્યારેય જોયાં છે ?


જિંદગીભર સત્ય ને આધીન રહેવું અશક્ય છે પણ,

અરીસા ને આત્મામાં અસત્યના બોલ ક્યારેય જોયાં છે ?


નમી ગયેલા વૃક્ષની નીચે જ છાંયો મળે,

આસોપાલવની નીચે છાયા ક્યારેય જોયાં છે ?


કપડાં, વાસણ, પૈસા, દરદાગીના ઉછીના મળે,

શ્વાસને ઉછીના મળતા ક્યારેય જોયાં છે ?


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational