STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

જિંદગી

જિંદગી

1 min
171

સહેલું નથી જીવવું,

અઘરી બની રહી છે જિંદગી,

કોરોનાના ડર માત્રથી,

પળ પળ મરી રહી છે જિંદગી,


રાત પડે ને હૈયે ટાઢક થાય, હાશ

આજનો દિવસ જીવી ગઈ જિંદગી,

દુઃખમાં સુખ તરફ મીટ માંડીને,

આગળ વધી રહી છે જિંદગી,


સુખમાં દુ:ખના દિવસો યાદ કરીને,

દુઃખી થઈ રહી છે જિંદગી,

સમય દરજી બનીને બેઠો છે,

વેત પ્રમાણે કાપ્યા કરે છે,

તાકામાંથી રૂમાલ બની રહી છે જિંદગી,


તરીને દરિયો પાર કરવો તો,

ઝાંઝવાના જળમાં જ અટવાઈ રહી છે જિંદગી,

મોતનો ડર રહ્યો નથી મનુષ્યને,

સહેલું નથી જીવવું,

અઘરી બની રહી છે જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational