STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

પડે છે

પડે છે

1 min
452

સંતાકુકડીની રમત જીંદગીભર ચાલુ રહે છે,

પહેલા પોતે છુપાતા હવે મનમાં છુપાવવું પડે છે.

અંધકાર દૂર નથી થતો માત્ર સૂરજ ઉગવાથી,

ઊજવાશ મળે તે માટે આંખો ખોલવી પડે છે.


જિંદગીની બંધ બાજીને જીતવા માટે,

એક પછી એક પાના ખોલવા પડે છે.

હાસ્યની છોળો ને આઝાદી આપવી હોય તો,

આંસુઓને કેદખાનામાં પૂરી રાખવા પડે છે.


ફુલાઈ ગયા બારણા જરા અમથા વરસાદમાં,

એક મેકને મળવા છોલાવુ પડે છે.

બહુ જ સારા વ્યક્તિ હતા,

એટલું સાંભળવા મરવું પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational