STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

પાસવર્ડ

પાસવર્ડ

1 min
242

જોખમમાં લાગ્યું અસ્તિત્વ ઈશ્વરને પોતાનું,

દાબી દીધું સ્ટોપનું બટન કોરોના વાઈરસ મોકલી,


થંભી ગઈ છે દુનિયા, લોકડાઉન થઈ ગયા છે માનવ,

પણ ભૂલી ગયા ભગવાન સ્ટાર્ટનો પાસવર્ડ.


યમરાજાને તો લોટરી લાગી,

રોજ અગણિત માનવોને લાવી,


હે ઈશ્વર ! યમરાજ પણ થાકી જશે,

જો જલ્દી નહીં શોધો સ્ટાર્ટનો પાસવર્ડ.


ચાલો આપણી જાતને બચાવીએ,

ઘરમાં રહી ફેમીલી સાથે રમીએ,


ઈસ્ટો, સાપસીડી, લ્યુડો, ચોપાટ,

જ્યાં સુધી ન મળે સ્ટાર્ટનો પાસવર્ડ.


આપણી જાતને આપણે બચાવીએ,

એકબીજા થી દૂર રહીને વાતો કરીને,,


સંક્રમણની સ્થિતિ ને ટાળીને,

જ્યાં સુધી ન મળે સ્ટાર્ટનો પાસવર્ડ.


દુનિયામાં જેટલી પ્રગતિ થઈ છે,

તેટલી જ પાછળ ચાલી જશે દુનિયા,


જો જલ્દીથી નહીં મળે સ્ટાર્ટનો પાસવર્ડ,

હે ઈશ્વર માનવીની સહાય લઈને અથવા,


માનવીની સહાય કરીને જલ્દીથી,

શોધી લે સ્ટાર્ટનો પાસવર્ડ નહી તો,

માનવરહિત દુનિયા તને જ જોવી નહીં ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational