STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

રહે છે

રહે છે

1 min
414

પાણીના સિંચનથી વૃક્ષ નાનેથી મોટું થાય છે,

તેથી જ તો લાકડું ડૂબતું નથી તરતું રહે છે,


આભને ચાળી શકવાની ક્ષમતા હોય તો,

તારલાઓ આંગણામાં જ મળી રહે છે,


જિંદગીને વાંસળી માફક બનાવી શકીએ તો,

ગમે તેટલા છેદ હોય, અવાજ મધુર જ રહે છે,


ભીની આંખો દિલ પાસે ફરિયાદ કરે તો શું થાય ?

સપના જોયા હોય, તેના ભાગે રડવાનું રહે છે,


કોઈનો શોર શાંત બેઠો રહ્યો છે તો,

કોઈની ખામોશી બૂમો પાડી રહી છે,


જિંદગી સમય પાસે હિસાબ માંગી રહી છે,

ગીરવે મૂકેલા બાળપણને ઉધાર માંગી રહી છે,


હવાની લહેરખી તો તડકામાં પણ હોય છે,

પણ ટાઢક તો છાંયડામાં જ મળી રહે છે,


માણસો મૃગ જેવા મળી રહે તો,

જિંદગી રણ સમાન બની રહે છે,


ઈચ્છા અને ક્ષમતા વચ્ચે અંતર વધવા લાગે તો,

પોતાની અપેક્ષાને સીમિત રાખવાની રહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational