Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

urvashi trivedi

Tragedy Inspirational

4  

urvashi trivedi

Tragedy Inspirational

સમજાય છે

સમજાય છે

1 min
205


જિંદગીને દોડાવ્યે રાખી અલ્પવિરામ સાથે,

શાંતિ ને સંતોષ પૂર્ણવિરામ છે અંતે સમજાય છે,


કિંમત -સમય, તબિયત અને સંબંધની,

સરકી જાય પછી જ સમજાય છે,


વરસાદમાં તો બધું લીલું જ દેખાય છે,

સંબંધોની ખરી પરખ પાનખરમાં સમજાય છે,


લઘુકોણ, ગુરુકોણ, ષટકોણ, ત્રિકોણ બધું ભણ્યા,

આપણું કોણ તે સમયે જ સમજાય છે,


ખિલવા અને ખરવાની વચ્ચે મહેકતા રહે,

તે જ સુવાસ ફેલાવી શકે તે સમજાય છે,


જવાબદારી અને જરૂરિયાત વચ્ચે સ્વપ્ન સંતોષે,

તે જિંદગીની ક્ષણો માણી શકે તે સમજાય છે,


મિત્ર, ચિત્ર અને ચરિત્ર પોતે જ પોતાનો પરિચય છે,

પારખાં તેના ન કરવાના હોય તે સમજાય છે,


જીવનની ગોઠણમાં જિંદગી ડૂબેલી રહે છે,

તેથી અસ્થિ નદીમાં પધરાવાય છે તે સમજાય છે.


Rate this content
Log in