એમાં શું?
એમાં શું?
કોઈ ગમતી રાત હોય એમાં શું?
ને સવારે ઘાત હોય એમાં શું?
રોજ તાજી ગઝલ લખે ને મુકે,
એજ કવિ પ્રખ્યાત હોય એમાં શું?
કોણ માને મેં શરાબ ચાખી છે?
ને નશાની વાત હોય એમાં શું?
જિંદગીની રોજ જીદ છે હવે,
પ્રેમમાં જો માત હોય એમાં શું?
ભેટ 'આભાસ' મોતની મળી,
રોજનો આઘાત હોય એમાં શું?