છાશવારે
છાશવારે

1 min

13.8K
આવી પરત કિનારે પછડાય છાશવારે,
મારા પ્રયાસ નિષ્ફળ કાં જાય છાશવારે?
હું તાગવાને દરિયો ભીતર જવા મથું તો-
મોજાને રામ જાણે શું થાય છાશવારે?
માણસ મળે નહીં ને ભગવાન શોધવાનો!
પથ્થર પછી ગલીના લોભાય છાશવારે.
કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો,
સરનામું એ જ થોડું પુછાય છાશવારે?
બેઠા થયા દુ:શાસન આજે ફરી ધરા પર,
ને ચીર સંસ્કૃતિના ખેંચાય છાશવારે.
ક્યારેક ઊંઘ ઉઠે લોહીલુહાણ થઈ ને,
તલવાર જેમ સપના વીંજાય છાશવારે.
"ગોપાલ" એની આંખોમાં લપસી એ પડે ને-
દિલ મારૂ ઢીંચણેથી છોલાય છાશવારે.