વિષમતા
વિષમતા
દુનિયામાં ઊભા કેવા આ ઉંચા નીચા ભેદ !
કોઈ પાસે પૈસાનો વેશ તો કોઈ પાસ કપડામાં છેદ.
અમીર રૂપિયાના ઢગલે ઢગલા કરતો રહેતો ઠેઠ,
ગરીબ બીચારો કચરાના મોટા ઢગલામાં રહેતો હેઠ.
અસમાન જીવનમાં જીવતા કેવા આ સ્વરૂપ જીવ,
કો'કને ખાવામાં શીરો પૂરી,ખીર ને કો'ક ટળવળે છે નીર.
અભિમાની શ્રીમંતની છલકાતી રહેતી રોજની રોજ,
નિર્ધનની લાચારી ટપકતી રહેતી શોધતી રહેતી ખોજ.
સમાજ મહીં વિષમતાની કતાર લાંબી આજ લાગી,
દીનહીનની લાચારી જોને ક્યાંક ખૂણે નજરોમાં વાગી
