શીખી ગઈ છું
શીખી ગઈ છું
બક બક કર્યાં કરતાં કરતાં
હવે શાંત રહેતાં શીખી ગઈ છું
વાતે વાતે માઠું લગાડતાં લગાડતાં
હવે સારું લગાડતાં શીખી ગઈ છું
વગર કારણે લોકોને હસાવતાં
છાની છાની રડતાં શીખી ગઈ છું
દરેક વાતે જવાબ આપતાં આપતાં
ખુદમાં સવાલ શોધતાં શીખી ગઈ છું
બિન્દાસ જીવન જીવતાં જીવતાં
નિક્સ પળે પળે ડરતાં શીખી ગઈ છું
