STORYMIRROR

Nikita Panchal

Inspirational

3  

Nikita Panchal

Inspirational

વીર જવાન

વીર જવાન

1 min
10

સિંહની ડણક સમો છે સપૂત

ધરતી હચમચાવે ધાક જમાવે

હતો એ વીર જવાન

જેની માં ભારત માં હતી


ઝીલી છે ગોળીઓ દુશ્મનની

જાણે માતાનો પાલવ ઓઢયો

હતો એ વીર જવાન 

જેની માં ભારત માં હતી..


લડયો છેલ્લાં શ્વાસ સુધી

આપી માત દરેક વારે

હતો એ વીર જવાન

જેની માં ભારત માં હતી..


નથી આંખમાં આંસુ વહ્યાં

ગર્વથી છાતી ફુલાઈ ધકધકે

હતો એ વીર જવાન

જેની માં ભારત માં હતી..


લાલ રંગનું લોહી વહાવ્યું

કેસરી તિરંગો ઓઢ્યો

હતો એ વીર જવાન

જેની માં ભારત માં હતી..


ધન્ય જનેતાં જન્મ વીર ને દીધો

પાવન ધરતી માં માટે ન્યોછાવર થયો

હતો એ વીર જવાન

જેની માં ભારત માં હતી..

© નિકિતા પંચાલ 



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational