Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Inspirational

4  

Nikita Panchal

Inspirational

હા મારો મિત્ર છે

હા મારો મિત્ર છે

1 min
257


એક મેસેજના રિપ્લાયથી

સમજી જાય મારો મૂડ કેવો છે

હા એ જ તો મારો મિત્ર છે


મને મારા કરતાં વધુ ઓળખે છે

મારા વગર કહ્યે બધું સમજી જાય છે

હા એ જ તો મારો મિત્ર છે


જ્યારે રડતી હોઉં તો બહુ થઈ હવે નૌટંકી

કહીને પોતાના આંસુ છુપાવતો જાય છે

હા એ જ તો મારો મિત્ર છે


તારા જેવી કડવી કોફી હું ના પીવું કહીને

મારી પાસે સાથે કોફીની લિજ્જત માણતો જાય છે

હા એ જ તો મારો મિત્ર છે


હું તારું કોઈ કામ નહીં કરું હવે કહેનારો

એક ફોનથી દોડી આવે છે મારા માટે

હા એ જ તો મારો મિત્ર છે


તું ક્યારેય નહીં સુધરે કહેનારો મને

આમ જ મને હેરાન કરતો જાય છે

હા એ જ તો મારો મિત્ર છે


બુદ્ધિ નથી તારામાં એવું કહેનારો એન્ડી

મારી માટે જીએફ શોધને કહેતો જાય છે

હા એ જ તો મારો મિત્ર છે


જીએફ સાથે બ્રેક અપ કરીને ઉદાસીયો

મારી સાથે બ્રેકઅપની પાર્ટી કરતો જાય છે

હા એ જ તો મારો મિત્ર છે


તને હું કહેતી નથી ક્યારેય એન્ડી 

હા પણ તું મારો બેસ્ટી છે જે બહુ વ્હાલો છે

હા તું જ મારો મિત્ર છે 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational