બલિહારી
બલિહારી
હે કુદરત તારી કેવી બલિહારી ?
વૃક્ષે વૃક્ષે ફળ, ફૂલોની લ્હાણી,
વહેતાં વાયરાને અંકમાં સમાવી,
વટેમાર્ગુને વહાલથી પોઢાવી,
બેઠાં, જુઓ વૃક્ષોની છાયામાં,
આકરા તાપની લૂ ને ભગાવી,
ફૂલડે ફૂલડે ગૂંજન ભ્રમરોનું કરાવી,
ફોરમાતી ફોરમનો દરિયો વહાવી,
આ વૃક્ષોમાં આશરો પંખીઓનો બનાવી,
કોયલનાં ટહુકા ને ચીચયારી ચકલીની ગજાવી,
નિતાંત શાંત માહોલને સમાવી,
યુગોનાં થાકને અહીં કેવો ભગાવી ?
વૈભવ આ કુદરતનો અણમોલ દેખાડી,
"સખી" કુદરતની કોખને કેવી સંભાળી ?
