STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

એકલતા

એકલતા

1 min
462

એકલતાનાં રણમાં ચાલતી જાઉં છું,

સાથ કોઈ ન હોય તો એકલી જાઉં છું,


આખોય રસ્તો સૂમસામ લાગે છે,

અગોચર વનવગડામાં ભમતી જાઉં છું,


ક્યાંકથી આવીને કેડીઓ મળતી હોય છે,

ભાઈ, જવાનું ક્યાં છે ? એ પૂછતી જાઉં છું,


ઝરમરિયા વરસાદમાં પણ ભીની થતી,

મારી કાયાનાં ખાડામાં છબછબતી જાઉં છું,


હવાની લહેરખીઓ ડગાવે અડગ મનને,

તો પણ ચીંધેલ રસ્તાને પડકારતી જાઉં છું,


સામે જ દેખાતું ક્ષિતિજે વાદળું, સૂરજને રોકતું,

સોનેરી સાંજને મારામાં ઢળતી જાઉં છું,


"સખી" સુસવાટાનાં સન્નાટા ઘણાં ભર્યા અહીં,

શ્વાસોના શ્વાસ મહીં મારામાં ઓગળતી જાઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational