STORYMIRROR

Rekha Patel

Romance

3  

Rekha Patel

Romance

મેઘગુંજન

મેઘગુંજન

1 min
136

વાગે ગાજે છે તારા મેહુલાઓ મારા રાજ,

આપે તો એક ધાર આપજે ઓ મારા રાજ,


કાળાં ડિબાંગ વાદળોની પથારીઓ બધી,

પોઢતા મારા દિલનાં માણીગર ઓ મારા રાજ,


મેહુલાની ધારે ધારે વરસે છે અમૃતની સરવાણીઓ,

અતૃપ્ત હૈયાની છીપાય છે તરસ મારા રાજ,


વીજનાં ચમકારમાં મેં તો પરોવી મોતીઓની સેર,

ક્યાંથી લાવું મોતીઓ વાળા છીપલાઓ મારા રાજ,


લીલી વનરાઈઓ ને ડુંગરાઓ ઊંચે આભની અટારીએ,

ઝરણાં ઝાંઝરનાં રણકારથી આવ્યાં ઓ મારા રાજ,


પળપળ તારો પગરવ થતો ગગન મહીં વાદળોમાં,

જરાક સ્પર્શુ ત્યાં તો વરસી પડ્યાં અનરાધાર ઓ મારા રાજ,


તારા એક એક બુંદનો વૈભવ નિહાળતા બની મસ્તાન,

"સખી" આ ભર ચોમાસે કોરા રહ્યાં તારા વિના ઓ મારા રાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance