પ્રકૃતિનો વૈભવ
પ્રકૃતિનો વૈભવ
લીલી ઓઢણી ઓઢી ધરતીએ,
ને ઝરમર વરસાદ મહીં સૂરજ દેખાયો,
મેઘધનુષનો વૈભવ પ્રકૃતિને માણતાં દેખાયો,
સપ્તરંગોની રંગોળી પૂરી,
ને પર્વતોની આગોશમાં,
મેઘધનુષી સપ્તરંગી વૈભવ જણાયો,
ઊંચા સરૂનાં વૃક્ષોને છેદીને આવેલો,
સૂરજનાં સોનેરી કિરણોનો સોનેરી રંગ છવાયો,
આ લીલા પ્રકૃતિની જોયાં કરી મેં નયનોથી,
ઘડીમાં આ સપ્તરંગી અલોપ થઈ કેવો વિખરાયો ?
મારી યાદોની બારીને મેં ઉઘાડી રાખીને,
દિલનાં વિયોગનાં આયનામાં કેવો અદ્ભૂત સમાયો ?
"સખી" ના ટોડલે આવીને મોર ટહુકા કરી ગયો,
ને તેનાં મિલનની સૂરાવલીમાં મીઠો સૂર જગાયો.