આ જગતમાં..
આ જગતમાં..


લીલા આ વૃક્ષો,
કરગરીને કહે,
થા મારા જેવો!
=========
માણસ ભોળા,
શોધે છે કુદરત,
આ જગતમાં.
=========
કાળા આકાશે,
ટોળું તારલાઓનું,
હસે કે રડે?
=========
લીલા ખેતરો,
એ તો છે પડછાયા,
ભૂરા આભનાં !
=========
વાદળછાયી
સવારે; ઉગ્યા ક્યારે,
ગુલાબી ફૂલ!
=========
કલબલાટ
કરીને આ પંખીઓ
બોલાવે સૌને
=======
અનુભવોનો
નિચોડ; અનુભવ
અંતે નવો જ!
========