STORYMIRROR

Jiten Buddhbhhati

Inspirational

3  

Jiten Buddhbhhati

Inspirational

બસ થોડી થોડી ,

બસ થોડી થોડી ,

1 min
13.9K


યાદ તારી આવી હમણાં બસ થોડી થોડી,

વિતી સ્મૃતિ સામે આવી બસ થોડી થોડી.

દૂર રહી તારાથી જીવવું ગમતું તો નથી આમ,

છતાં જીવું છું આ જિંદગી બસ થોડી થોડી.

નથી ખબર મુજને સમયનાં વારની વેદનાની,

છતાં જીવનની રીત શીખું છું બસ થોડી થોડી.

જાણું છું દૂર છે તું મુજથી પામવાની મનિષાએ,

બસ લઈ આવ્યો છું સ્મૃતિઓ બસ થોડી થોડી.

કવિઓની કવિતાનો શબ્દ ન'તો સમજતો 'જીત',

બસ તારા લીધે લખું છું કવિતા બસ થોડી થોડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational