STORYMIRROR

Jiten Buddhbhhati

Romance

3  

Jiten Buddhbhhati

Romance

મને .

મને .

1 min
27.8K


તારી નજરૂંના કેફમાં પાગલ થવું ગમે મને,

તારી નજરૂંના બાણથી ધાયલ થવું ગમે મને.

અવિરત એ પ્રેમાળ ઝરણામાં સંગાથે ડૂબકી લગાવી,

નિરંતર ખીવવાની ઝંખનામાં તરબોળ થવું ગમે મને.

અસ્ત સંધ્યાની એ લાલિમાની સંગતે મગ્ન થઈને,

સિતારા સાક્ષીએ બાહુપાશમાં મદહોશ થવું ગમે મને.

ચાંદની નિશાએ સાગરતટે મીલાવીને હાથમાં હાથ.

ધડીક એકમેકમાં સહષઁ મૌન વિહરવું ગમે મને.

ક્ષણભર પ્રેમાવેશમાં તુજ આત્માનો પ્રેમાંશ સદાય,

હ્રદયાંગણની કાવ્યાકૃત્તિમાં કંડારવાનું ગમે 'જીત'ને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance