આ જિંદગી ,
આ જિંદગી ,
1 min
14.1K
જો ને તો વચ્ચે પીસાતી આ જિંદગી,
હકિકતો ઉજાગર કરતી આ જિંદગી.
અમૃત ને વિષનાં પ્યાલે તોલતી ભાવનાને,
સત્ય ને જુઠ્ઠનાં પારખાં કરતી આ જિંદગી.
જીવંત દોસ્ત બની કરતી એ મુસાફરી,
ખબર નહિં કયારે થંભતી આ જિંદગી.
ક્ષુલ્લક વાતોમાં નહિં ગુમાવો આ સમયને,
ક્ષણમાં હાથમાંથી દુર સરતી આ જિંદગી.
તડકી છાંયડી બની કરતી પરિક્ષા માનવીની,
મધુર સ્મૃતિઓ થકી ભોગવી લેવાતી આ જિંદગી.
પ્રભુએ પુછ્યું 'જીત' કેવી છે આ જિંદગી?
સુખ દુઃખનાં વમળોમાં ફસાતી આ જિંદગી.