STORYMIRROR

Jiten Buddhbhhati

Romance

3  

Jiten Buddhbhhati

Romance

તળિયા સુધી જવું છે

તળિયા સુધી જવું છે

1 min
25.4K


દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે

માનવી કોઇ સુખીનાં નળિયા સુધી જવું છે

જન્મટીપનો કેદી સ્વંય એક નવલકથા છે

જાણવા એના હ્રદયના બારિક સળિયા સુધી જવું છે

સંસારના પરિભ્રમણની શી જરૂર છે મારે ?

મારે તો પ્રવાસી ધરના ફળિયા સુધી જવું છે

કયાં છે ચેન, પ્રેમ કે ઉષ્મા એ અનુભવવા અર્થે

પ્રેયસીના નખરાળા નયનોના તળિયા સુધી જવું છે

પહોંચીને થડની ટોચે પસ્તાયો છે અનહદ 'જીત'

વિતેલા યુગને માણવા મૂળિયા સુધી જવું છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance