મન થાય છે
મન થાય છે


વિશ્વાસ કરવાનું ફરી મન થાય છે,
આકાશે ઊડવાનું ફરી મન થાય છે.
બચપન ગલી નાકે પહોંચ્યું બસ હશે,
પાંચીકે રમવાનું ફરી મન થાય છે.
તાજી કબર છે આજ પણ તારી બહેન,
કૈં વાત કરવાનુ ફરી મન થાય છે.
વરસાદ મોસમનો પહેલો છે સખા,
વ્હાલા પલળવાનું ફરી મન થાય છે!
ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે,
મન મૂકી હસવાનું ફરી મન થાય છે.
વેરાન આંખો છે હ્ર્દય પથ્થર છતાં,
‘સપનાં’સજાવાનું ફરી મન થાય છે.