STORYMIRROR

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

નડવું નથી

નડવું નથી

1 min
324

કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી,

ને હટાવીને ફરી એને ય બસ પડવું નથી


હા તમે સાચા જ છો માની લઉં છું વાત એ

વાત વાતે રોજ કોઈ સંગ ના લડવું નથી,


લો બનાવી સ્મિત રાખો આપના મુખચંદ્ર પર

કે તમારી આંખનું આંસું થઈ દડવું નથી,


રેશમી પાંપણમાં છૂપાવી દો એ રીતે મને

છો જગત આખું મને શોધ્યાં કરે, જડવું નથી,


જૂઠ મીઠું હોય છે કાનો ને ગમતું હોય છે

પણ ગળે જો ઉતરે આ સત્ય પણ કડવું નથી


હાથ જોડી ને હું માફી આજ માંગું આપની

નર્કમા તો જિંદગીભર મારે પણ સડવું નથી,


માર્ગથી એનાં હટી જા બસ હવે "સપના"તું તો

કોઈને પણ આપણે પથ્થર થઈ નડવું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama