STORYMIRROR

Sapana Vijapura

Romance

4  

Sapana Vijapura

Romance

જેવું

જેવું

1 min
354

મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું

મળી ગ્યું રાહમાં કોઈ અચાનક મુજ સજન જેવું,


હવામાં ઝેર ફેલાયું, જવું ક્યાં શ્વાસ લેવા કહો

કરોનાએ કર્યું છે આજ માનવના પતન જેવું,


કરી છે ભીંત ઊભી આંગણામાં ને હૃદયમાં પણ

હવે ક્યાં પ્રેમ છે, ને આ સદન ક્યાં છે સદન જેવું,


ઘડી કોને ખબર છે, કઈ હશે મૃત્યુ તણી મારી

કરી ને મેં દુઆ રાખ્યું છે ઘરમાં એક કફન જેવું,


સુગંધી વાયરો કહે છે હશે તું આસપાસ જ મુજ

જુઓ અડકી ગયું છે વાળને મારા પવન જેવું,


કર્યું લાગે છે કોઈએ આંખમાં સપનાનું વાવેતર

ઉગ્યું છે આજ મારી આંખમાં મીઠા સપન જેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance