STORYMIRROR

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

ગુલાલ ક્યાં હવે?

ગુલાલ ક્યાં હવે?

1 min
460


આંસું લૂંછવા રૂમાલ ક્યાં હવે ?

એ રિવાજની બબાલ ક્યાં હવે ?

સ્મિત બાળપણની સંગ એવું ગયું,

જીદ, મોજ ને ધમાલ ક્યાં હવે ?


દિલ નથી રહ્યુ લગામમાં યા રબ,

તો ગુનો છે એ ખયાલ ક્યાં હવે ?

આજ કાલ પ્રેમ છે કિતાબમાં

જાદુગીરી એ કમાલ ક્યાં હવે ?


આસમાનમાં તલાશ ના ખુદા

છે હદયમાં એ સવાલ ક્યાં હવે ?

રંગ ગાલ પર હજી છે આપનો,

આમ 'સપના'માં ગુલાલ ક્યાં હવે ?


Rate this content
Log in