STORYMIRROR

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

બેડલું

બેડલું

1 min
237

છલક છલકતું રૂડું બેડલું,

ચમક ચમકતું કરું બેડલું,


નયન હસત ને હસે અંગ અંગ

સરક સરકતું ભરું બેડલું,


હરખ હરખતી મટકતી ફરું

નવલ નવલ હું સજું બેડલું,


પલળ પલળતી હરી ચૂંદડી

શરમ શરમથી મરું બેડલું,


ઝણક ઝણકતું છે ઝાંઝર રૂડું

ઝણ ઝણ ઝણતું ઝરું બેડલું,


ખનક ખનકતી હરી ચૂડલી

ખનક ખનકતું ખરું બેડલું,


સપન સપનમાં ય 'સપના' સજે

સપન સપનમાં ધરું બેડલું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama