STORYMIRROR

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

એજ લખવાનું હતું

એજ લખવાનું હતું

1 min
276

વ્હાલા મિત્રો, આપ સર્વને ફાધર્સ ડે મુબારક ! જેના ફાધર જીવીત છે એમના માટે દિલથી દુઆ કે અલ્લાહ એમને સૌ વર્ષની આયુ આપે અને દરેક દીકરીને વ્હાલસોયો પપ્પાનો પ્રેમ મળતો રહે..અને વિનંતી એ બાપ દીકરીને કે જે વાતો કરવી હોય જે પ્રેમ લૂટાવવો હોય લૂટાવી લો, કોને ખબર ક્યારે જિંદગીની સાંજ થાય અને પછી..ઘણું કહેવાનું રહી જાય. અને જેનાં ફાધર જીવીત નથી એ દીકરીઓને આટલું કહેવાનું કે એમના હેતની વર્ષા હજી તમારાં હૃદયોને ભીંજવી રહી છે..એટલે દરેક પપ્પાને વહાલ સોયા પ્રણામ..સલામ.


ફાધર્સ ડે

પપ્પા કાર્ડ મોકલું ?

એડ્રેસ આપો. આજ પપ્પા એજ લખવાનું હતું

જિંદગીભર મારે રડવાનું હતું. લાવજે ફોરેનથી તું સીગરેટ,

દિલ આ મારૂ સળગવાનું હતું ? ચાવડીનો કૂવો ને ધોબી વાડ એ

એ નગર નૂતન હા બળવાનું હતું. તીર શબ્દોનાં મળે બસ એકલાં,

પ્રેમનું પાવળ ન મળવાનું હતું. તીન પત્તી કુકરી કેરમ તણી,

આ રમત હા કોણ રમવાનું હતું, ઈતવાર અને શો મેટેની બધાં

કોઈ પણ મુવી હો જોવાનું હતું. ચિત્રલેખા ને બકોર પટેલ કાજ

કોણ બાઝંબાઝ કરવાનું હતું. બસ નથી ગમતું હવે 'સપના' અહીં

આજ પપ્પા એજ લખવાનું હતું.


Rate this content
Log in