STORYMIRROR

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

બળતી રહે

બળતી રહે

1 min
198

પ્રેમ કેરી વાદળી વરસી રહે

આગ ભીતરની અહીં ઠરતી રહે,


કોણ સમજે મૌન તારી આંખનું

અશ્રુધારા બેવજહ ઝરતી રહે,


સાંજ પડતા યાદ તારી સળવળે

ટીસ દિલથી એક નીકળતી રહે,


ચોતરફ રાવણ ને દુર્યોધન અહીં

જાનકીને દ્રોપદી બળતી રહે,


આજ છું હું, કાલ કોને છે ખબર

કાળની ગતિ આમ બસ ફરતી રહે,


કોઈ 'સપનાં' આંખમાં ખૂંચે, છતાં

તોય 'સપના' આંખમાં સજતી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama