ઉપકાર
ઉપકાર
મા તારો હું આભાર માનું, તારાં લીધે તો મને આ જિંદગી મળી છે,
પિતાનાં પ્રેમને માના દુલારથી જિંદગી મને જબરજસ્ત મળી છે,
કેટલાય પુણ્યના પ્રતાપે મને મા, તારી આ પવિત્ર કોખ મળી છે,
જિંદગીની હર પરીક્ષા પાસ કરવામાં, મા મને તારી હૂંફ મળી છે,
માતાનાં સંસ્કાર, શિક્ષણને શિસ્તથી, જિંદગી મને અણમોલ મળી છે,
માની સેવાને પિતાનાં પુણ્યથી ફરીવાર જિંદગી ઝળહળ બની છે,
માતાપિતા ઉપકાર તમારો, તમારા લીધે તો મને બીજી જિંદગી મળી છે,
માતાપિતા પ્રણામ તમને, જિંદગી મને જોરદાર મળી છે,
ઉપકાર ગુરુ વળી ભ્રાતા ભગીની, તમારાં સંગે જિંદગી સફળ બની છે,
ઈશના ઉપકારે નમન કરું હું, જેના લીધે જિંદગી પ્રેમાળ મળી છે.
