STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Inspirational

4  

ઈલાબેન પી. જોષી

Inspirational

પિતાની લાડલી

પિતાની લાડલી

1 min
330

ખરબચડા હાથોમાં લીધો જાણે, નરમ પોચો પિંડો, 

હરખની હેલીમાં લાધ્યો, રૂપાળો માખણનો પિંડો.


લાડકડીના પગલે પગલે પાવન થઈ હરખાતો વંડો,

કલરવ કરતાં કુસુમિત થાતો, સુગંધ ફેલાવતો પંડો.


માના પાલવમાં છુપાતી, પિતા કરતાં થપ્પો, 

મોઢુ ફુલાવતી દીકરી માટે પિતા બનતાં ઘોડો. 


લાડકડીને વિદાય કરતાં, પિતા પડયો છે મોળો,

પડછંદ પિતા વિદાય જોતા, થયો છે મીણનો ગોળો. 


સાસરિયાની વાતો સંઘરે, કરીને ઉરને દરિયો,

કટુ વચનો ને મેણા ટોણા, ઓગાળે આંખોનો દરિયો

 

સહનશીલ ને ઋજુ દિકરી સહેતી સ્વભાવ સાસુનો કડવો,

ખુશ રહેવા તે હસી દેતી દરેક ઘુટડો કડવો


કુચ મહી સંઘરીતી તે દુઃખ પીડા ને સર્વે દર્દો, 

વહેંચતી રહેતી હર હંમેશ પ્રેમ,ખુશીને સર્વે કર્મો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational